Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પાલનપુરમાં કરોડોના ખર્ચે બનાવેલા 19 શૌચાલયોમાંથી 9 બંધ હાલતમાં

પાલનપુરમાં કરોડોના ખર્ચે બનાવેલા 19 શૌચાલયોમાંથી 9 બંધ હાલતમાં

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:25 AM

Palanpur News - ખાનગી ટ્રસ્ટોને સોંપાયા બાદ જાળવણી ન થતાં તાળાં લાગ્યાં

  • Palanpur - પાલનપુરમાં કરોડોના ખર્ચે બનાવેલા 19 શૌચાલયોમાંથી 9 બંધ હાલતમાં
    પાલનપુરની પાલિકાએ સરકારના સ્વચ્છતા અભિયાન તેમજ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અભિયાનને ધ્યાને લઇ શહેરના મોટાભાગના વિસ્તારોમાં શૌચાલયો ઉભા કરાયા છે.પરંતુ શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચે બનેલા તમામ શૌચાલયોને ખાનગી ટ્રસ્ટોને ચલાવવા સોંપી દેતા મોટાભાગના શૌચાલયો બંધ હાલતમાં ધૂળ ખાઇ રહ્યા છે.

    સંસ્થાઓ દ્વારા શૌચાલયોની યોગ્ય માવજત હાથ ન ધરાતા મોટા ભાગના શૌચાલયોની હાલત કથળી છે.સ્લમ વિસ્તારના લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે.પાલિકાએ શહેરમા 19થી વધુ શૌચાલયો બનાવ્યા છે.કેટલીક સંસ્થા દ્વારા શૌચાલયોની યોગ્ય તકેદારી ન રખાતા 9 શૌચાલયોને તાળા લાગી ગયા છે.શૌચાલયોની સ્થિતિ નર્કાગાર બની છે.છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં હાથ ધરાતી નથી.જે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે બંધ હાલતમાં જણાતાં શૌચાલયોના સંસ્થાઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે.આગામી સમયમાં કોઇ નીકાલ નહી આવેતો પગલા હાથ ધરીશુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ