પાલનપુરમાં એટીએમમાંથી રૂ.16 હજારની ચોરી કરનારો ઝડપાયો

ઝડપાયેલા યુવક અન્ય ચોરીમાં પણ સંડોવાયો હોવાની શક્યતા

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - પાલનપુરમાં એટીએમમાંથી રૂ.16 હજારની ચોરી કરનારો ઝડપાયો
પાલનપુરમાં ગુરુવારે રાત્રે બે એટીએમ તોડવાના પ્રયાસ થયા હતા. જેમાં એક એટીએમમાંથી 16 હજારની ચોરી થઇ હતી. જે બાબતે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે શુક્રવારે રાત્રે પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન એક શખસને ઝડપ્યો હતો.જેને એટીએમની ચોરીઓ કબુલી હતી.

ગુરુવારે રાત્રે પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા એસબીઆઇના એટીએમમાં તેમજ ગઠામણ દરવાજે આવેલા ઇન્ડિયન બેન્કના એટીએમમાં દરવાજા ખોલી તસ્કરો એ એટીએમની તોડફોડ કરી નુકસાન કર્યું હતું તેમજ ઇન્ડિયન બેન્કના એટીએમના રિજેન્ટ બોક્સમાંથી 16 હજારની ચોરી કરી લઇ ગયા હતા.જે બાબતે મિતેષ જનાર્દનભાઇ મહેતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે શુક્રવારે રાત્રે પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતી.ત્યારે એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. જેની આકરી પુછપરછ કરતા તેણે પોતાનું નામ કીર્તિભાઇ ઓડ જણાવ્યું હતું અને પાલનપુરના એટીએમમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી.

જેમાં બીજા અન્ય ગુના સામે આવે તેવું જણાઈ રહ્યું છે તેવું પૂર્વ પોલીસ મથકના પીઆઇ પી.એચ.વસાવાએ જણાવ્યું હતું.

X
Palanpur - પાલનપુરમાં એટીએમમાંથી રૂ.16 હજારની ચોરી કરનારો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App