તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર મામલતદારે ખનીજ ચોરી કરીને જતી ટર્બો ઝડપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભર મામલતદાર એ.આઇ. પટેલને મળેલ બાતમીના આધારે મંગળવારે રાત્રે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામના તળાવમાંથી માટી ભરીને કેનાલ ઉપરથી પસાર થતી ટર્બો ટ્રક નંબર જીજે-21-ટી-6291 આવતી ઝડપી પાડી હતી. ટ્રક ચાલક અને કંડકટર મામલતદારની ગાડી જોઇને ભાગી છૂટ્યા હતા. ભાભર મામલતદાર ભાભર પોલીસને જાણ કરીને ટ્રકને ભાભર પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. મામલતદારે જણાવ્યું હતું કે, ‘ખનીજ ચોરી કરીને જતી ટ્રક પકડીને કાર્યવાહી કરી છે. દંડની કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગ પાલનપુર મોકલી આપી છે. દંડની કાર્યવાહી પાલનપુર કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...