તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ખીમાણાવાસના સરપંચના પતિ સહિત ત્રણને મારામારી કેસમાં 4.5 વર્ષની સજા

ખીમાણાવાસના સરપંચના પતિ સહિત ત્રણને મારામારી કેસમાં 4.5 વર્ષની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના મહિલા સરપંચ પતિ સહિત ત્રણ જણને માર મારવાના કેસમાં બુધવારે વાવ જ્યુડિશિયલ કોર્ટે 4.5 વર્ષની સજા તેમજ 3500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વાવ તાલુકાના ખીમાણાવાસના વરધાજી માલાજી રાજપૂત, પ્રતાપજી માંસાજી રાજપૂત અને માંસાજી રાજપૂતએ 11 સપ્ટેમ્બર-2017ના રોજ વાવમાં પીરાભાઇ નાગજી રબારી રસ્તે જતા ઉભા રાખી દારૂ પીવાના રૂપિયા માંગતા પૈસા આપવાની ના પાડતા છરી તેમજ ટોમી વડે હુમલો કરી પગે ઇજાઓ કરતા તેઓએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જેનો કેસ વાવ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કલ્પેશભાઈ નાડીયાની કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ મનુભાઈ સોલંકીએ દલીલો કરતા કરી હતી કે આરોપીઓને કાયદાનો ડર નથી, જાહેરમાં પબ્લીક પેલેસ ઉપર પ્રાણઘાતક શસ્ત્રથી ફરિયાદીને ઈજાઓ કરેલ છે તેમને સખત સજા કરી જેલના હવાલે કરવા જોઇએ તેવી દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને જુદીજુદી કલમોના આધારે સાડાચાર વર્ષની સજા તેમજ 3500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જો દંડ ના ભરે તો વધુ ચાર માસની સજાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...