તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • એટામાં ખેતરના શેઢાના રસ્તા પર ચાલવા બાબતે માર માર્યો

એટામાં ખેતરના શેઢાના રસ્તા પર ચાલવા બાબતે માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | સૂઈગામના એટા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બાબુજી શોમાંજી ઠાકોર ખેતરના શેઢાની બાજુના રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે બાજુના ખેતરમાંથી રામચંદજી વિરાજી ઠાકોર, ઇશ્વરભાઇ હેમજી ઠાકોર, શૈલેષભાઇ બાજુજી ઠાકોર, વરસંગજી વેલાજી ઠાકોર તમામ રહે ,એટા.બાબુજીને કહ્યું હતું કે તમે અમારા ખેતરના સેઢાના રસ્તા પર કેમ ચાલો છો જેથી બાબુજીએ જણાવ્યું હતું કે રસ્તો અમારો છે અને ઘરે આવવા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરીએ છી જેથી આ ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલ્યા હતાં બાબુજી અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ ધક્કા મુક્કી કરી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે તે બાબુજીએ સૂઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...