તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • લાંચિયા ઇન્ચાર્જ એસડીએમ વી.કે. ઉપાધ્યાયની જામીન અરજી નામંજૂર

લાંચિયા ઇન્ચાર્જ એસડીએમ વી.કે. ઉપાધ્યાયની જામીન અરજી નામંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના તત્કાલીન ચૂંટણી અધિકારી અને ડીસાના તત્કાલીન એસડીએમ વીકે ઉપાધ્યાયએ એક અરજદાર પાસેથી રૂપિયા1.50 લાખની માંગણી કરી હતી જેમાં રૂપિયા 90 હજાર રોકડા સાથે એસીબી ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા. જેમણે સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી પરંતુ તેમની જામીન અરજી મંગળવારે સેશન્સ કોર્ટે નામંજૂર કરી દેતા ચકચાર મચી હતી.

બનાસકાંઠાના તત્કાલીન ચૂંટણી અધિકારી તેમજ ડીસાના તત્કાલીન એસડીએમ વીકે ઉપાધ્યાયએ એક અરજદાર પાસે થી આશરે ત્રણ માસ અગાઉ રૂપિયા1.50 લાખની લાંચની માગણી કરી હતી. જેમાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ વોચ ગોઠવી રૂપિયા 90 હજાર રોકડા સાથે એસીબી ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા. જેથી એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. જે બાબતે તેમણે કોર્ટમાં જામીન અરજી મુકતા મંગળવારે સેશન કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.

અધિકારીએ સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી
અન્ય સમાચારો પણ છે...