તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પાલનપુરથી ઊંઝા ઊમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા નીકળશે

પાલનપુરથી ઊંઝા ઊમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા નીકળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના સલ્લા ખાતે ગુરૂવારે રાત્રે અાગામી રવિવારે પાલનપુરથી ઊંઝા ઊમિયાધામ સુધી નીકળનારી સદભાવના યાત્રાના આયોજન માટે પાટીદારોએ બેઠકનું આયોજન કર્યુ હતુ. જેમાં પાટીદારો જોડાયા હતા.

સલ્લાના પાટીદારોએ સંકલ્પ કર્યો કે ગઢમાં હાર્દિક પટેલ આવ્યો ત્યારે 8 ટ્રેક્ટર સાથે જોડાયા હતા.પણ આ વખતે અમે 10 ટ્રેક્ટરો સાથે આ યાત્રામાં જોડાઈશું અને ભક્તિ સાથે શક્તિ બતાવીશું.મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ અંગે પાસ કન્વીનર કલ્પેશ પટેલે જણાવ્યું કે પાલનપુર થી ઊંઝા જે સદ્દભાવના યાત્રા નીકળવાની છે. જેમાં સલ્લા ગામના પાટીદાર મહિલા તેમજ પુરૂષો જોડાઈશું. તેમજ ગઢમાં પચાસ હજાર સર્વ સમાજના લોકોનું ખેડૂત અધિકાર સંમેલન યોજવાના છીએ.જેની ટૂંક સમયમાં તારીખની જાહેરાત કરીશું.

સલ્લામાં પાટીદારોની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...