તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો હપ્તો રહીશોને ન ચુકવાતા હાલત કફોડી

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો હપ્તો રહીશોને ન ચુકવાતા હાલત કફોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર શહેરના વિરબાઇ ગેટ વિસ્તારના કેટલાક પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થયા છે. મકાન માટેનો બીજો હપ્તો ન આવતા પરિવારોની હાલત કફોડી બની છે.

બીજો હપ્તો મેળવવા રહીશો પાલનપુર નગરપાલિકાના ધરમધક્કા ખાઇ રહ્યા છે, બીજો હપ્તો આપવાની તૈયારીમાં છે: નગરપાલિકા
પાલનપુરના વીરબાઇ ગેટ વિસ્તારમાં રહેતા અનેક પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફસાયા છે. આ ગરીબ પરિવારોએ પોતાના જૂના મકાનો તોડી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવાનું શરૂ કર્યું હતુ. પ્રથમ હપ્તો પાલિકા દ્વારા ચૂકવાયો પરંતુ હવે બીજા હપ્તા માટે છેલ્લા ત્રણ મહિનાથી આ ગરીબ પરિવારો પરેશાન છે. ત્યારે પોતાનું ઘર તોડીને ભાડાના મકાનમાં રહેતા પરિવારો મહિને ત્રણ હજાર જેટલું ભાડું ચૂકવે છે. મહિનાઓથી આ પરિવારોને હપ્તા મળતા નથી અને આ પરિવારો પાલિકાના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.જયારે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે બીજો હપ્તો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સાધનિક અને વિભાગીય કાર્યવાહી બાકી છે
કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનો બીજો હપ્તો બાકી છે. જેમાં સાધનિક અને વિભાગીય કાર્યવાહી બાકી છે જે આવ્યે થી ચુકવાશે. પંકજ બારોટ , ચીફ ઓફિસર પાલનપુર નગરપાલિકા

વ્હાલા દવાલાની નીતિ અપનાવાય છે : સ્થાનિક રહીશ વિરબાઇ ગેટ વિસ્તાર
આવાસ યોજનામાં કૌભાંડની શક્યતા છે. જે લોકોને જરૂરિયાત નહોતી તેમને લાખો રૂપિયાના હપ્તા ચૂકવાઇ ગયા છે. જ્યારે ગરીબ પરિવારોને ખરેખર મકાનની જરૂર છે તેવા લોકો હપ્તાથી વંચિત છે. વગદાર વ્યક્તિઓને હપ્તા ચૂકવાયા છે.ફરજ પરના કર્મચારીઓ વ્હાલા દવાલાની નીતિ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...