શ્રીફળના છોતરામાંથી બને છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ

ભાસ્કર િવશેષ | અંબાજીની સંસ્થાને 400 ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવાનો ઓર્ડર મળ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:20 AM
Palanpur - શ્રીફળના છોતરામાંથી બને છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
અંબાજીમાં ચડતા નારિયેળમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાનું કામ ચાલે છે. જે સંસ્થાને 400 વધુ પ્રતિમાઓ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે સંસ્થા દ્વારા તૈયાર થતા ઇકો ફ્રેન્ડલી ગણેશ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તામિલનાડુ અને કોલકત્તા જાય છે.

મા અંબાના ધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રીફળ ધરાવવામાં આવે છે આ શ્રીફળનો વેસ્ટ જથ્થો નંદનવન નામની સંસ્થા લઈ જાય છે જે શ્રીફળ માંથી જુદી જુદી ડિઝાઈનના ઓર્ડર પ્રમાણેનાં શ્રીફળના ગણેશ તૈયાર કરે છે. પાછલા કેટલાક વર્ષોથી શ્રીફળના ગણેશની માંગ વધી છે. આ વખતે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ સંસ્થાને ઓર્ડર મળ્યા છે. 5 ઇંચથી માંડીને 18ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓ અહીં તૈયાર થાય છે . દક્ષાબેન રામીએ જણાવ્યું હતું કે આ વર્ષે દક્ષિણ ભારતમાં 18 ફૂટ લાંબી ગણેશ પ્રતિમા તૈયાર કરીને મોકલી છે જે ગણેશ મહોત્સવ સંપૂર્ણ થયા બાદ ત્યાના મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. ડીસા અને પાલનપુરમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે ખૂબ જાગૃતતા આવી છે અને બંને શહેરોમાં નાની મોટી 30થી વધુ ગણેશ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થશે.

શ્રીફળના છોતરામાંથી 5 ઇંચથી 18ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બને છે

Palanpur - શ્રીફળના છોતરામાંથી બને છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
X
Palanpur - શ્રીફળના છોતરામાંથી બને છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
Palanpur - શ્રીફળના છોતરામાંથી બને છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App