પાલનપુરમાં હાઇવે પર ટ્રક ચાલકને લૂંટી છ શખ્સ ફરાર

Palanpur - પાલનપુરમાં હાઇવે પર ટ્રક ચાલકને લૂંટી છ શખ્સ ફરાર

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:20 AM IST
પાલનપુર હાઇવે પર રવિવારે ટ્રક લઇને જતાં બાલાજી થાનાજી ઝાલા (રહે . રાજપુર,તાલુકો-કાંકરેજ) ને બાઇક ઉપર છ જેટલા શખ્સોએ આવી અને રોક્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલની લૂંટ ચલાવી નાસી જતાં ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે ગુનો નોંધી લૂટારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.

પાલનપુર હાઇવે પર આવેલી એક હોટલની પાસે કાંકરેજના રાજપુર ગામે રહેતા બાલાજી થાનાજી ઝાલા પોતાની ટ્રક નંબર જીજે-08-યુ-3478 લઇને જતા હતા. ત્યારે વિક્રમજી કપુરજી ઠાકોર, સંજયભાઇ રમેશભાઇ પુરોહિત (રહે.ડીસા) તેમજ અન્ય ચાર અજાણ્યા શખ્સોએ તેમની ટ્રક રોકાવી અને વિક્રમજીએ ટ્રક ચાલક બાલાજીના શર્ટના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા 10 હજાર કાઢી લીધા હતા. તેમજ મોબાઇલ લઇ અને ફેંકી દીધો હતો અને અન્ય ચાર શખ્સોએ ટ્રકના ટાયરની હવા કાઢી નાખી હતી.

બાદમાં પોતાનું બાઇક લઇ નાસી છૂટ્યા હતા. જે બાબતે બાલાજી થાનજી ઝાલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

X
Palanpur - પાલનપુરમાં હાઇવે પર ટ્રક ચાલકને લૂંટી છ શખ્સ ફરાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી