Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પાલનપુરમાં ધારાસભ્ય, 5 મહિલાઓ સહિત 20 કોંગેસી કાર્યકરોની અટકાયત

પાલનપુરમાં ધારાસભ્ય, 5 મહિલાઓ સહિત 20 કોંગેસી કાર્યકરોની અટકાયત

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:20 AM

કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બજારો બંધ કરવા સવારથી જ...

  • Palanpur - પાલનપુરમાં ધારાસભ્ય, 5 મહિલાઓ સહિત 20 કોંગેસી કાર્યકરોની અટકાયત
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બજારો બંધ કરવા સવારથી જ કવાયત હાથ ધરાઇ હતી. જો કે થરા,ધાનેરા અને લાખણીમાં સ્વંયભૂ સજ્જડ બંધ રહ્યું હતું. જ્યારે પાલનપુર, ડીસા, થરાદ, ભાભર, વાવ, દાંતા, ભીલડી, વડગામમાં બંધને મિશ્રપ્રતિસાદ મળ્યો હતો.

    પાલનપુરમાં ગુરુનાનક ચોકમાં રસ્તા વચ્ચે જ કોંગ્રેસી કાર્યકરો બેસી જતાં પોલીસે ધારાસભ્ય અને પાંચ મહિલાઓ સહિત 20 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ મથકે લઇ જવાય હતા. બાદમાં તેમને છોડી મુકાયા હતા.

    ભાભર | ભાભરમાં કોંગ્રેસ દ્વારા હાઇવે પર ભાજપનું પૂતળા દહન કરવા જતાં પોલીસએ કાર્યકર્તાઓના હાથમાંથી પુતળું આંચકી લઇ અને પૂતળા દહન કરવા ન દીધું હતું અને ધારાસભ્ય સહિત 21 કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતા.

    દિયોદર| દિયોદરમાં પણ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરતાં પોલીસે 20 જેટલા કાર્યકર્તાઓની ધારાસભ્ય સાથે અટકાયત કરતાં મામલો ગરમાયો હતો.

    લાખણી| લાખણીમાં સ્વયંભૂ વેપારીઓએ બજાર બંધ રાખી અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું બપોર બાદ દુકાનો ચાલુ જોવા મળી હતી.

    થરાદ| થરાદમાં ભારત બંધના એલાનના પગલે બજારો વહેલી સવારથી જ ખૂલી જતાં મોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ વેપારીઓને બંધના એલાનમાં સહકાર આપવા વિનંતી કરતાં વેપારીઓએ થોડોક સમય બંધ રાખી બંધને સમર્થન આપી ટેકો જાહેર કરી ફરીથી દુકાનો શરૂ કરી દિધી હતી.

    કાણોદર, દાંતા, વડગામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર આવી ગયા હતા અને બજાર બંધ કરાવાયું હતું. જ્યારે દાંતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ટાયરો બાળી રસ્તો બ્લોક કરી દિધો હતો. જિલ્લામાં થોડીવાર બાદમાં વેપારીઓએ રાબેતા મુજબ દુકાનો ખોલી ધંધો-વેપાર શરૂ કર્યો હતો. આમ જિલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

    ધાનેરા કોંગ્રેસ દ્વારા કરાયેલ ભારતબંધના એલાનને પગલે ધાનેરાએ સજ્જડ બંધ પાળ્યો હતો. પાલનપુરના કાણોદરમાં નેશનલ હાઇવે ચકકાજામ કરી દીધો હતો. ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

    ધાનેરા

    વેપારીઓનો આક્રોશ: વારંવાર બંધ કરાવવા આવી જાઓ છો, દિલ્હી જઇને રજૂઆત કરો

    પાલનપુરમાં કરિયાણાના વેપારીની દુકાન જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા ગયા ત્યારે તેમણે બંધ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે શું વારંવાર બંધ કરાવવા આવી જાવ છો, વિરોધ કરવો હોય તો દિલ્હી જઇને કરો અથવા સાંસદના ઘરે જાઓ અમને હેરાન નહીં કરો.’

    કાંણોદર

  • Palanpur - પાલનપુરમાં ધારાસભ્ય, 5 મહિલાઓ સહિત 20 કોંગેસી કાર્યકરોની અટકાયત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ