તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ નામંજૂર થતાં લાખણી તા.પં. 6 માસ માટે સુપરસીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાખણી તાલુકા પંચાયતના સભ્યોમાં ઊભા થયેલા વિખવાદને પગલે વારંવાર બજટે ના મંજૂર થતાં છ મહિના માટે સુપરસીડ કરાઈ છે.વિકાસ કમિશનરે શનિવારે આ હુકમ કરતાં લાખણી તાલુકા પંચાયતમાં સોપો પડી ગયો હતો.

લાખણી તાલુકા પંચાયતને ગાંધીનગર પંચાયત વિકાસ કમિશનર નલિન ઠાકરે છ મહિના માટે સુપરસીડ કરી છે. અને વહીવટદાર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી કે હડિયોલને નિમણૂક આપવામાં આવી છે. જેઓ દર સોમવારે અને ગુરૂવારે લાખણી તાલુકા પંચાયત ખાતે હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાખણી તાલુકા પંચાયતમાં 22 સીટો પૈકી 11 બેઠક કોંગ્રેસને તેમજ 11ભાજપને મળી હતી જેથી ટાઇ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે કોંગ્રેસના ઉમેદવાર તેમજ ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવાર બિરાજમાન થયા હતા ત્યારબાદ બજેટ પણ નામંજૂર થયું હતું અને વારંવાર વિવાદો સર્જાતા આખી બોડી સુપરસીડ કરવામાં આવી છે .

અન્ય સમાચારો પણ છે...