પાલનપુરની કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ

પાલનપુર | બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:20 AM
Palanpur - પાલનપુરની કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ
પાલનપુર | બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે બુધવારે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષક દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ અધ્યાપકની ભૂમિકા ભજવી હતી અને વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરાવ્યું હતું. ત્યારબાદ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમને અનુરૂપ કોલેજના આચાર્ય ડૉ. વાય.બી. ડબગર સર્વ વિદ્યાર્થીઓ તથા આ દિવસના શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષક દિનની ઉજવણીમાં કોમર્સ ફેકલ્ટીમાં આચાર્ય તરીકે મોહમ્મદ તથા પ્રજાપતિ મનીષએ વાઇસ પ્રિન્સીપાલ તરીકે ભાગ લીધો હતો તથા સેલ્ફ ફાઈનાન્સ કોમર્સ ફેકલ્ટીમાંથી આચાર્ય પદે પ્રજાપતિ સુનીતા એચ. અને વાઈસ પ્રિન્સીપાલ પદે પ્રજાપતિ અલ્પા એન.એ ભાગ લીધો હતો. દરેક ફેકલ્ટીમાં પ્રથમ નંબરે આવનાર દરેક શિક્ષકને ભેટ તથા સર્ટીફીકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રો.ડી.એન.પટેલ, પ્રો.આર.બી.પટેલ તથા પ્રો.હરેશભાઈ પ્રજાપતિએ મહત્વનો ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

X
Palanpur - પાલનપુરની કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App