Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - દિવ્યાંગોને વિનામૂલ્યે મોબાઇલ એસેસરીઝ સર્વિસ કરી આપતો દાંતાનો દિવ્યાંગ યુવાન

દિવ્યાંગોને વિનામૂલ્યે મોબાઇલ એસેસરીઝ સર્વિસ કરી આપતો દાંતાનો દિવ્યાંગ યુવાન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:20 AM

દાંતામાં દિવ્યાંગ વેપારી તેમની દુકાને આવતા દિવ્યાંગ લોકોને વિનામુલ્યે મોબાઇલ એસેસરીઝની ચીજવસ્તુઓ તેમજ સર્વિસ...

  • Palanpur - દિવ્યાંગોને વિનામૂલ્યે મોબાઇલ એસેસરીઝ સર્વિસ કરી આપતો દાંતાનો દિવ્યાંગ યુવાન
    દાંતામાં દિવ્યાંગ વેપારી તેમની દુકાને આવતા દિવ્યાંગ લોકોને વિનામુલ્યે મોબાઇલ એસેસરીઝની ચીજવસ્તુઓ તેમજ સર્વિસ કરી આપી સેવાકાર્ય ચલાવી રહ્યા છે.

    દાંતાના સાજનભાઈ ઠાકોર દાંતાના નવા બસ સ્ટેશન નજીક પોતાની મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે.અને આ દુકાનમાંથી ઉપજતી રકમને એકઠી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે પોતે દિવ્યાંગ હોવાથી પોતાના અનુભવોને ધ્યાને લઇ અન્ય દિવ્યાંગ લોકોની મદદ કરવાનું કાર્ય શરૂ કર્યું.અને તેમને પોતાની દુકાને આવતા દિવ્યાંગ લોકોને વિના મુલ્યે મોબાઇલ એસેસરીઝ કે જેને લઇ વારંવાર લોકોને નાનો મોટો ખર્ચ કરવો પડતો હોય છે.તેવી ચીજવસ્તુઓ ઇયરફોન,ગ્લાસ,મોબાઇલ કવર તેમજ મોબાઇલની સર્વિસ કરાવવા તેમની દુકાને આવતા દિવ્યાંગ લોકોને કોઈ પણ રીતનો ચાર્જ લીધા વિના નિઃશુલ્ક કાર્ય શરૂ કર્યું.જેમને છેલ્લા એક વર્ષમાં 50 થી વધુ દિવ્યાંગ લોકોની સેવા કરી સમાજ સેવાનુ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.જે અંગે સાજનભાઈ જણાવ્યું હતું કે હું મારા પગથી દિવ્યાંગ છુ.હું દિવ્યાંગોની વ્યથા જાણી શકું છું.અને હું મારી દુકાને આવતાં દિવ્યાંગ લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે વિનામુલ્યે મોબાઈલ સર્વિસ તેમજ એસેસરીઝની સેવા પૂરી પાડી સેવા કાર્યો કરી રહ્યો છું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending