તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં, ઇડરમાં 2, માલપુરમાં 3 અને મોડાસામાં દોઢ ઇંચ ખાબક્યો

પાલનપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં, ઇડરમાં 2, માલપુરમાં 3 અને મોડાસામાં દોઢ ઇંચ ખાબક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ઊંઝામાં અડધો ઇંચ જ્યારે પાટણ, વિસનગર, વડનગર,સમી અને પાલનપુરમાં ઝાપટાં પડ્યા હતા અને સરસ્વતી તાલુકામાં એક ઇંચ ખાબક્યો હતો. સાબરકાંઠા અને મોડાસામાં બુધવારે રાત્રે મેઘમહેર યથાવત રહી હતી. જેમાં સાબરકાંઠામાં પાંચ તાલુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરુવારે સાંજે ઇડરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માલપુરમાં ત્રણ ઇંચ, મોડાસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. માલપુરમાં પડેલા વરસાદના પગલે હેલોદર, રંભોડા અને કાટકુવા પર બનતાં રોડનું કામ પૂરુ થયુ ન હોઇ અપાયેલો ડાયવર્ઝન ધોવાઇ જતાં તમામ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે ભારે વરસાદમાં ચિઠોડા-દંતોડ રસ્તા વચ્ચેનો ડીપ ધોવાઇ જતાં હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

પાલનપુરમાં વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે સ્કૂલ છૂટવાના ટાઇમે જ વરસાદ પડતાં બાળકોને પણ તે ભિંજાવાની મજા પડી હતી. જ્યારે પાલનપુર નગરપાલિકાના પ્રિમોન્સુન પ્લાનના ધજીયા ઉડી ગયા હતા. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

પાલનપુર શહેરમાં સીટીલાઇટ વિસ્તાર આદર્શ હાઇસ્કૂલની સામે, જહાંઆરા બાગની સામે, ગઠામણ દરવાજા, કીર્તિસ્તંભ વિસ્તારમાં, સિમલાગેટ વિસ્તારમાં તેમજ બ્રિજેશ્વર કોલોની અને હાઇવેના નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

સીટીલાઇટ વિસ્તાર
અન્ય સમાચારો પણ છે...