તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બિલ મુદ્દે બાખડતાં પાલનપુર પાલિકાના ત્રણ કર્મી સસ્પેન્ડ

બિલ મુદ્દે બાખડતાં પાલનપુર પાલિકાના ત્રણ કર્મી સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકાના જૂના બિલ મંજૂર કરવા થયેલી બબાલ બાદ પાલિકા પ્રમુખે ત્રણ કાયમી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. એકાઉન્ટ બ્રાન્ચ અને ઘરવેરા શાખાના કર્મચારી ઘર્ષણમાં ઉતરતાં આ પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું હતું .

પાલનપુર નગરપાલિકાના એકાઉન્ટ વિભાગ જે પ્રમુખની ચેમ્બરને અડીને આવેલો છે ત્યાં કોઈ જૂના બીલ પાસ કરવાના મુદ્દે કર્મચારીઓમાં વાદ વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન ચર્ચા અપશબ્દો સુધી પહોંચી હતી અને હોબાળા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તે વખતે પ્રમુખે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો બાદમાં પુનઃ આ બાબતે ત્રણેય કર્મચારી વચ્ચે મતભેદો સર્જાતા આખરે કર્મચારીઓની ઓફિસ ડિસિપ્લિન સામે પાલિકા પ્રમુખે લાલ આંખ કરી હતી. અને ઘરવેરા શાખાના એક કર્મચારી જ્યારે એકાઉન્ટ વિભાગના બે કર્મચારીઓ મળી ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા હતા. માત્ર બોલાચાલીના મુદ્દે સસ્પેન્ડ કરાયા હોય તેવી પ્રથમ ઘટના બની હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું .

આમને સસ્પેન્ડ કરાયા ω
વિપુલભાઇ ગોવિંદભાઇ દવે (ઘરવેરા વિભાગ )

નારણભાઇ જીવાભાઇ મકવાણા (એકાઉન્ટ વિભાગ)

મહેન્દ્રભાઇ એન. મોઢ (એકાઉન્ટ વિભાગ )

અન્ય સમાચારો પણ છે...