તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ અડધા શહેરની વિજળી ડૂલ

પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ અડધા શહેરની વિજળી ડૂલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં યુજીવીસીએલએ જીઇબીની જૂની પરંપરાને જાળવી રાખી હતી. જેમાં ગુરુવારે પ્રથમ અને સામાન્ય વરસાદમાં જ અડધા શહેરની વીજળી ચાર કલાક સુધી ડૂલ થઇ ગઇ હતી અને લોકોને બફારામાં હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. જોકે યુજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ગંભીર ફોલ્ટ થયો હોવાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બાદ વીજળી ચાલુ કરી દેવામાં આવશે. પરંતુ લોકમુખે એવું ચર્ચાતું હતું કે પ્રિમોન્સૂન પ્લાનના નામે ભર ઉનાળામાં વીજ કાપ આપી અને ટ્રીકટીગ તેમજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.

જો આવા સામાન્ય વરસાદમાં જ શહેરની વીજળી ડૂલ થઈ ગઈ તો ભારે વરસાદ પડશે તો શહેરની કેવી હાલત થશે અને પ્રિમોન્સૂન પ્લાન પણ માત્ર કાગળ ઉપર જ બતાવવા ખાતર કર્યું હશે તેવું લોકમુખે ચર્ચાતું હતું.

ભાસ્કમર ન્યૂઝ | પાલનપુર

અન્ય સમાચારો પણ છે...