ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

Palanpur - ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:17 AM IST
પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર તથા ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ચાલો આદર્શ બનીએ શિક્ષક સંમેલન યોજાયું હતું.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું કે આ સંસ્થાની સમાજ સેવા માટેની પ્રવૃત્તિઓ સરાહનીય અને પ્રેરણાદાયી છે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શ્રીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા દ્વારા બાળકોમાં શ્રેષ્ઠ ગુણોનું સિંચન થાય તે માટે ઘણા જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ ચલાવાઇ રહ્યો છે.કાર્યક્રમમાં વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને મહાનુભવો તથા અગ્રણીઓ દ્વારા મંત્રીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કોઠારી સ્વામી,કરુણામૂર્તિ સ્વામી,ઉત્તમપ્રિય સ્વામી,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ લક્ષ્મીબેન કરેણ,જિલ્લા શિક્ષણ અધિકારી એચએસ રાવલ,અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો,દીપક દરજી,પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

X
Palanpur - ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી