• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

Palanpur - તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
Palanpur - તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:16 AM IST
બનાસકાંઠા જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ પોતાની વિવિધ માંગણીઓ ન સંતોષાતા સોમવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને કામગીરીથી દુર રહ્યા હતા. જેમાં સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનો નિકાલ ન આવતાં તલાટીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

તલાટી કમ મંત્રીની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. જેમાં તેમની માંગણીઓ ન સંતોષાતા સોમવારે બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. જેમાં તલાટીઓ દ્વારા પાલનપુરના તાલુકા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના વાવ, થરાદ, અમીરગઢ, દિયોદર, ભાભર, દાંતીવાડા, સુઇગામ, વડગામ, લાખણી સહિતના જુદાજુદા વિસ્તારોમાં તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી અને સુત્રોચ્ચાર કરી કામગીરીથી દૂર રહી અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.

સમગ્ર જિલ્લામાં સોમવારે હડતાળ પર ઉતર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહ્યા હતા. તસવીર-ભાસ્કર

પાલનપુર

ડીસા

X
Palanpur - તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
Palanpur - તલાટીઓની પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી