તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur લોકનિકેતન મહાવિદ્યાલય દ્વારા વગદામાં બાળમેળો યોજાયો

લોકનિકેતન મહાવિદ્યાલય દ્વારા વગદામાં બાળમેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વગદામાં લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુરના રાષ્ટ્રીય સેવા યોજના અને વિસ્તરણ વિભાગ દ્વારા શુક્રવારે બાળમેળો યોજાયો હતો. જેમાં બીજા વર્ષની બહેનોએ બાળગીત,અભિનયગીત કરાવ્યા હતા. દરમિયાન રંગોળી, આરોગ્ય, ટોપી, તોરણ, ઓરીગામી, ઓઈલકાર્ડ, નિશાનતાક, સંકલ્પવૃક્ષ, ચિત્ર, રમત ગમત, અનાજ કઠોળની ઓળખ અને મહેંદી જેવી પ્રવૃત્તિ યોજાઇ હતી.જેમાં ધોરણ 1 થી 8 ના લગભગ 277 બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બીજા વર્ષના 22 બહેનો, 33 ભાઈઓ અને અધ્યાપક ઇન્દુભાઇ, કરમશીભાઈ અને વિસ્તરણ અધિકારી અનિલભાઈ જોડાયા હતા. વિશ્વગ્રામના સંજયભાઈ અને લોકનિકેતનના સંચાલક કિરણભાઈએ મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...