તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur દંપતીની નિર્વસ્ત્ર હાલતમાં મળેલી લાશનો ભેદ ન ઉકેલાતાં હાઈવે બ્લોક કરવાની પત્રિકા ફરતી થઈ

દંપતીની નિર્વસ્ત્ર હાલતમાં મળેલી લાશનો ભેદ ન ઉકેલાતાં હાઈવે બ્લોક કરવાની પત્રિકા ફરતી થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | એક માસ અગાઉ હડાદ નજીક તોરણીયા ગામની સીમમા દંપતીની નિર્વસ્ત્ર હાલતમાં લટકતી લાશ મળી હતી. જે નો ભેદ ન ઉકેલાતાં મહિલાના પરિવાર જનો ન્યાયની માંગ સાથે આંદોલનના મૂડમાં છે. રવિવારે હડાદ અંબાજી હાઈવે બ્લોક કરવાની પત્રિકા ફરતી થઈ છે.

પોલીસે સમાજના આગેવાનોને જાણ કર્યા વિના પોસ્ટમોર્ટમ કરાવી ભીનું સંકેલી લીધું હોવાના આક્ષેપો કરીને આંદોલન કરવાની ચીમકી આપી
સોશિયલ મીડિયામાં ફરતી થયેલી પત્રિકામાં 26 ઓગસ્ટના રોજ કેસરપુરાની દીકરી જુલાબેન અને તેના પતિ ફતાભાઈ બેગડિયાની હત્યા કરાયેલી લાશ લટકાવેલી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક પોલીસે સમાજના આગેવાનોને જાણ કર્યા વિના પોસ્ટમોર્ટમ કરાવી ભીનું સંકેલી લીધું હોવાના આક્ષેપ કરાયા છે.

તેમજ 9 સપ્ટેમ્બરના રોજ હડાદ પોલીસ સ્ટેશનમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી આરોપીને ઝડપી પાડવા એલ.સી.બીને તપાસ સોંપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી જેથી ન્યાય ન મળતા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.7/10-2018 ન રોજ હડાદ અંબાજી હાઈવે બ્લોક કરવાની ચીમકી આપી છે.જેને લઈ ખળભળાટ મચી ગયો છે.પત્રીકાને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...