• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં ચૂંટણી શાખાનો છબરડો, કાર્ડમાં અરજદારનો ફોટો ઊંધો આવ્યો

પાલનપુરમાં ચૂંટણી શાખાનો છબરડો, કાર્ડમાં અરજદારનો ફોટો ઊંધો આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની કલ્યાણ સોસાયટી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ રણછોડભાઇ લીંબાચીયાએ જ્યારે ચૂંટણી કાર્ડ કઢાવ્યું ત્યારે તેમનું નામ શૈલેષભાઇની જગ્યાએ સતીશભાઈ કરી નાખવામાં આવ્યું તે બાદ ફરીથી સુધારવા ગયા નવું ફોર્મ ભરાવ્યું હતુ. જે બાદ ચારથી છ મહિના બાદ નવું ચૂંટણી કાર્ડ આવ્યું તો તેમાં અરજદારનો ફોટો ઉંધો કરી નાખવામાં આવ્યો હતો. જે બાબતે શૈલેષભાઇએ ચૂંટણી શાખામાં જાણ કરી તો એમણે જણાવ્યું કે હવે ફરીથી નવું ફોર્મ ભરી અને આપો તો જ સુધારો થશે. ચૂંટણી શાખાની ભૂલ હોય તો પણ અરજદારોને નવા ફોર્મ ભરી અને જમા કરાવવા અને પછી આવીને કાર્ડ લઇ જવાનું કહેવામાં આવે છે અને રૂ.30 વસુલવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...