ઓરી અને રૂબેલા રોગથી બાળકોને બચાવી લેવા 16 જુલાઇથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓરી અને રૂબેલા રોગથી બાળકોને બચાવી લેવા 16 જુલાઇથી રાષ્ટ્રીય કક્ષાના અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં 9 મહિનાથી 15 વર્ષ સુધીના 9,21,294 બાળકોને રસીકરણથી આવરી લેવાશે.

જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.અરૂણ આચાર્યએ જણાવ્યું ઓરી અને રૂબેલા રોગને નાબૂદ કરી બાળકોને ગંભીર બિમારીઓમાંથી બચાવવા જિલ્લામાં લક્ષ્યાંક મુજબ બાળકોને આવરી લેવા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરી અને રૂબેલાની રસી ઘેર ઘેર જઇને નથી આપવાની પરંતુ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો વગેરેમાં અપાશે.

અન્ય સમાચારો પણ છે...