પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારના દબાણો તોડી પાડ્યા

પાલિકાએ વખારોની બહાર દીવાલો તોડી પાડી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Palanpur - પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારના દબાણો તોડી પાડ્યા
પાલનપુર પાલિકાએ શનિવારે શહેરના માલણ દરવાજા વિસ્તારમાં દબાણ ધારકોએ રસ્તા વચ્ચેના દબાણો તોડી પડાયા હતા. તેમજ માલ સામાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લોકોમા ફફડાટ પ્રસર્યો હતો.

પાલનપુર પાલિકાએ શુક્રવારથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે.જેને લઇ શહેરમાં ઠેર ઠેર રસ્તાઓની વચ્ચે તેમજ પાલિકાની જગ્યાઓમાં દબાણ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.જેને લઇ શનિવારે પાલિકાની ટીમ શહેરના માલણ દરવાજા વિસ્તારમા પહોચી પાલીકાની જગ્યામાં દબાણ કરી બેઠેલા દબાણદારોએ પાલીકાની ટામને જોઇ પોતાનો સરસામાન સગેવગે કરવાનુ શરૂ કરી દીધુ. ત્યારે પાલીકાની ટીમે વિસ્તારમા આવેલી ભંગારની લાઠીઓ તેમજ લાકડાના બેન્સાના વેપારીઓએ બનાવેલા પતરા તેમજ સિમેન્ટના પાકા અડીંગોને તોડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.ઝુંબેશ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસની ટીમ પણ સાથે રહી હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાએ દબાણ દૂર કર્યા હતા.

X
Palanpur - પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારના દબાણો તોડી પાડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App