છાપી નજીક કારની ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઈ ગઈ

પાલનપુર | છાપી પાસે અલ્ટો કારનંબર જીજે-8-આર-3608 પસાર થતી હતી. ત્યારે પાછળથી આવતી ઇકો ગાડી નંબર જીજે-8-બીએચ-4144 ના ચાલકે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Palanpur - છાપી નજીક કારની ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઈ ગઈ
પાલનપુર | છાપી પાસે અલ્ટો કારનંબર જીજે-8-આર-3608 પસાર થતી હતી. ત્યારે પાછળથી આવતી ઇકો ગાડી નંબર જીજે-8-બીએચ-4144 ના ચાલકે અલ્ટોને ટક્કર મારી હતી. જેથી અલ્ટો કારની આગળ એક રિક્ષા નંબર જીજે-08-વી-9792 જઇ રહી હતી. જેને ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી અને રિક્ષામાં બેઠેલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હતી. ઘટના બાદ ઇકો ચાલક પોતાની ગાડી લઇ નાસી છૂટ્યો હતો. જે બાબતે છાપી પોલીસ મથકે યુસુફભાઇ શેરૂભાઇ સિંધી (રહે.ભક્તોની લીંબડી,પાલનપુર) એ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇકો ગાડીના ચાલકની તપાસ હાથ ધરી હતી.

X
Palanpur - છાપી નજીક કારની ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઈ ગઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App