Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પીરોજપુરામાં ટિફિન લઇ જવાની તકરારમાં રિક્ષા ચાલક પર હુમલો

પીરોજપુરામાં ટિફિન લઇ જવાની તકરારમાં રિક્ષા ચાલક પર હુમલો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:11 AM

Palanpur News - ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતા રિક્ષાચાલક ઢળી પડ્યો ગામમાં તંગદિલી: પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

  • Palanpur - પીરોજપુરામાં ટિફિન લઇ જવાની તકરારમાં રિક્ષા ચાલક પર હુમલો
    વડગામ તાલુકાના પીરોજપુરા ગામના દલિત રિક્ષા ચાલક ઉપર શનિવારે ગામના જ મુસ્લિમ યુવકે ટિફિન લઇ જવાની ના પાડવાની સામાન્ય બાબતે ગળાના ભાગે ચપ્પુ મારી લોહીલુહાણ કરી દેતા ગામમાં અરેરાટી સાથે ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે આ ઘટનાને લઇ પીરોજપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.

    પીરોજપુરા ગામે શનિવાર બપોરના સુમારે પીરોજપુરાથી છાપી હાઇવે ઉપર શટલ મારતી ઓટોરિક્ષામાં ટિફિન મોકલવાની સામાન્ય બાબતે ઓટો રિક્ષા ચાલક સોમાભાઈ કચરાભાઈ પરમાર અને આદમભાઈ અબ્દુલભાઇ બાલસાણીયા વચ્ચે ઉગ્ર તકરાર થતા બન્ને વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ આદમ બાલસાણિયાએ પોતાની પાસે રહેલ ચપ્પુથી સોમાભાઇના ગળાના ભાગે ઘા ઝીંકતા સોમાભાઇના ગળામાંથી લોહી નીકળવા સાથે નીચે ઢળી પડતા આસપાસથી લોકો તેમજ પરિવારજનો એકત્રિત થઇ ગયા હતા અને તેઓને તાત્કાલિક 108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી સારવાર બાદ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. ટિફિન મોકલવા જેવી સામાન્ય બાબતે એક દલિત ઓટો ચાલક ઉપર જીવલેણ હુમલાની ઘટનાને લઇ ગામમાં ભારેલાઅગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને તકેદારી રાખી છાપી પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

    યુવક ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપી આદમ બાલસાણીયા ગામમાંથી ફરાર થઇ ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ