• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકોને ન્યાય આપો: મેવાણી

પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકોને ન્યાય આપો: મેવાણી

ગઢમાં બે, થાનગઢમાં ત્રણ યુવકના મોત થયા હતા પાલનપુરના ગઢમાં જિજ્ઞેશ મેવાણીની સભા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Palanpur - પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકોને ન્યાય આપો: મેવાણી
ગઢ ખાતે શુક્રવારે ખોડિયાર ચોક ખાતે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાટીદાર સમાજના પોલીસ ફાયરિંગમાં મોત થયેલ બે યુવકો તેમજ પાટીદાર યુવકો ઉપર થયેલ પોલીસ કેસો મુદ્દે પાટીદાર સમાજનાં યુવકોને સાંભળી આ જટિલ બનેલ સમસ્યાને સાથે મળીને લાંબી લડાઇ લડીને ન્યાય મેળવવો પડશે. પાટીદાર સમાજને ટેકો અને સમર્થન આપવા આવ્યો છું.

પોલીસ અને આઇબીને પણ નિશાન બનાવતાં કહ્યું હતું કે, મોદી ચોર છે એવું 20 રાજ્યોમાં બોલ્યો છું. જેને જે ઉખાડવું તે ઉખાડી લે જે કેસો કરવા હોય તે કરે તેમજ મારા પુરા ભાષણનો વિડીઓમાંથી કાપકુપ કરીને મને વિરોધી બતાવવામાં આવે છે. મારા વિરોધીઓ એવો પ્રચાર કરશે કે જીગ્નેશ મેવાણી એ પાટીદારો વચ્ચે જઈને સરદાર પટેલનો વિરોધ કર્યો તેવો પ્રચાર કરશે.તેમજ રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકારને જનતા ઉપર ગોળી મારવાની ચરબી ચડી ગઈ છે જેને ઉતારવી પડશે.પાટણ પાસ ના કન્વીનર નરેન્દ્ર પટેલે પણ ગંભીર પ્રકારના રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા.આ પ્રસંગે પાટીદાર આંદોલન ના બ્રિજેશ પટેલ તેમજ એસપીજી ના જિલ્લા પ્રમુખ દેવાભાઈ સાળવીએ પાટીદાર આંદોલન વખતે થયેલા પોલીસ કેસોની માહિતી આપીને ન્યાય અપાવવા જીગ્નેશ મેવાણીને લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.

X
Palanpur - પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકોને ન્યાય આપો: મેવાણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App