માનવીનું મન કાચની બરણી જેવું છે

ભાસ્કર િવશેષ | પાલનપુરના તપાગચ્છ ઉપાશ્રય ખાતે નિરંજન સાગર સુરિશ્વરજીએ ધર્મવાણી સંબોધી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Palanpur - માનવીનું મન કાચની બરણી જેવું છે
પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા તપાગચ્છ ઉપાશ્રય ખાતે જૈન ધર્મગુરુ નિરંજન સાગર સૂરીરજીનો ધર્મવાણી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નિરંજન સાગર સૂરિશ્વરજીએ માનવીનું મન કાચની બરણી જેવું છે તે વિષય પર ધર્મ વાણી સંબોધી હતી.

બાર માસ માંથી જે કોઈ વ્યક્તિ સાથે અણબનાવ,વેરઝેર,બોલાચાલી થયેલ હોય તે દરેક માનવીનું મન કાચની બરણી જેવું છે.તેનું બેલેન્સ ન સાચવીએ તો કકડભૂસ તૂટી જાય તેમ માનવીના મનને નંદવાતા વાર લાગતી નથી.તો આપણે જો ગુનાને માફ કરીએ,ભૂલ કબૂલ કરીએ તો સામેનાને સદ્ભાવ ઉત્પન્ન થાય અને વેરઝેર મારામારીની હારમાળા બંધ થાય.’મિત્તિમે સવ્વભુતેષુ” સર્વ જીવો સાથે મૈત્રી પ્રેમભાવ રાખીને “સવ્વે જીવ્વા કમ્મવસ્સ” સૌની ટેવ કોઈ દી ભૂંસાતી નથી.તેમ માનીને લેટ ગો કરીએ તો આપણને આનંદ,ચિંતા નિવૃત્તિ,ડિપ્રેશન રોગથી મુક્ત બનીએ છીએ.શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રો તો કહે છે કે “ઉવસમસારં-જૈન શાસનસ્ય શાંત બનો તો બીજાને શાંત સ્વરૂપે બનાવી શકો.જૈન ધર્મમાં કેવળ જ્ઞાન અને ક્રિયાને મોક્ષ માટે પર્યાપ્ત ગણવામાં આવતા નથી.જૈન ધર્મ કહે છે કે સમ્યગ દર્શન,જ્ઞાન ચરિત્રણમી મોક્ષમાર્ગ.આપણે જે કંઈ આરાધના કરીએ તે સમ્યક હોવી જોઈએ અને તો જ તે લક્ષ્ય સુધી લઈ જાય જેણે આ ભવભ્રમણ માંથી બહાર નીકળવું છે તેણે તો છેવટે ચારિત્ર લઈને સર્વ વિરતી સ્વીકારવાનું ધર્મમાં વિધાન છે.

X
Palanpur - માનવીનું મન કાચની બરણી જેવું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App