સંકલનની બેઠકમાં વનવાસીઓના દબાણનો મુદ્દો ચમક્યો

અમીરગઢ તાલુકાના વનવાસી લોકોના તાજેતરમાં જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝૂંપડાં તોડી દબાણ હટાવ કામગીરી કરાઇ હતી જેને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Palanpur - સંકલનની બેઠકમાં વનવાસીઓના દબાણનો મુદ્દો ચમક્યો
અમીરગઢ તાલુકાના વનવાસી લોકોના તાજેતરમાં જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝૂંપડાં તોડી દબાણ હટાવ કામગીરી કરાઇ હતી જેને લઇને પાછલા કેટલાક દિવસોથી વિવાદ સર્જાયો છે અને વન વિભાગની કામગીરી સામે તીખી આલોચના થઈ છે. જેને લઇ શનિવારે સંકલનની બેઠકમાં ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવતા વન વિભાગે 7 દિવસનો સમય માંગી આદિવાસી સમાજનું આંદોલન સમેટવા જણાવ્યું હતું .

પાછલા કેટલાક દિવસોથી જંગલની જમીન પરથી દબાણો હટાવાયા બાદ વનવાસી લોકો જિલ્લા કલેકટર કચેરી નજીક ધરણા પર બેઠા છે . દરમિયાન શનિવારે 200થી વધુ આદિવાસી લોકોનું ટોળુ જિલ્લા કલેકટર કચેરીના બગીચામાં ગોઠવાયું હતું અને સામા છેડે કલેકટર કચેરીની અંદર સંકલનની બેઠકમાં તમામ ધારાસભ્યો ટોચના અધિકારીઓ જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી રહ્યા , કલેક્ટર કચેરી પરિસરમાં જ ઉગ્ર નારાબાજી કરી સંકલનની બેઠક સુધી તેમનો અવાજ પહોંચે તે રીતે નારાઓ બોલાવાયા હતા. બાદમાં બેઠક પૂરી થયા પછી પાલનપુર દાંતા દિયોદર અને વડગામ ધારાસભ્ય ધરણા પર બેઠેલા વનવાસી લોકોને મળ્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વહીવટી તંત્રને દબાણ હટાવ કામગીરી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે , જે અંગે વન વિભાગના અધિકારીએ સાત દિવસની મુદ્દત માંગી છે આ દિવસો દરમિયાન સમગ્ર મામલાની તપાસ કરી દબાણ હટાવ કામગીરીમાં જે ક્ષતિઓ થઇ છે તે સુધારી લેવામાં આવશે અને જેમણે ખોટું કર્યું હશે તેવા વન વિભાગના અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેવી વન વિભાગ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખાતરી અપાઇ હતી જે ખાતરી તેમણે બગીચામાં બેઠેલા વનવાસી લોકોને આપી હતી.

વન વિભાગે 7 દિવસનો સમય માંગી આદિવાસી સમાજનું આંદોલન સમેટવા જણાવ્યું

X
Palanpur - સંકલનની બેઠકમાં વનવાસીઓના દબાણનો મુદ્દો ચમક્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App