તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur માઉન્ટ આબુમાં ચાર દિવસ બાદ બજાર ખુલ્યા, પ્રવાસીઓનો ધમધમાટ શરૂ

માઉન્ટ આબુમાં ચાર દિવસ બાદ બજાર ખુલ્યા, પ્રવાસીઓનો ધમધમાટ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| માઉન્ટ આબુ પાછલા ચાર દિવસથી બિલ્ડીંગ બાયલોઝના મુદ્દે સજ્જડ બંધ હતું.કલેકટરની આબુ સંઘર્ષ સમિતિના સદસ્યો સાથેની વાતચીત બાદ અને ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા અમલી બનતા આબુનુ બજાર રવિવારથી ખુલી ગયું છે.વેપારીઓ પોતાના વેપાર ધંધા તરફ વળ્યા હતા અને બજારમાં ઘરાકી નીકળી છે. જો નિર્ણય નહીં આવે તો એક સૂરમાં મતદાન બહિષ્કારનો સામૂહિક નિર્ણય લેવાયો છે.

આબુ સંઘર્ષ સમિતિએ કહ્યું: બાયલોઝ મંજૂરી નહીં તો વોટ નહીં, નવી રણનીતિ સાથે લડત આપવાની ચીમકી આપી
સામુહિક એકતા દરમિયાન કરોડોનું નુકસાન સહન કર્યા બાદ આબુના વેપારીઓએ ફરી પોતાની દુકાનો ખોલી છે. 4 દિવસ બાદ રાજસ્થાનનું કાશ્મીર રવિવારે પર્યટકોની ચહલ પહાલથી ધમધમી ઉઠ્યું હતું. વેપારી આગેવાનો અને આબુવાસીઓએ બિલ્ડીંગ બાયલોઝ મુદ્દે રણનીતિમા બદલાવ લાવી હવે બિલ્ડીંગ બાયલોઝ નહીં તો વોટ નહીંની નીતિ અપનાવી છે. આ અંગેની વિગતો આપતા આબુ સંઘર્ષ સમિતિના કન્વિનર સુનીલ આચાર્યએ જણાવ્યુ હતું કે આબુમાં બજારો શરૂ થયા છે હવે બિલ્ડીંગ બાયલોઝ મુદ્દે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગેની રાજ્ય ચૂંટણી પંચ અને સંબંધિત અધિકારીઓને લેખિત પત્ર દ્વારા જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...