પાલનપુરમાં વિશ્વ વસ્તી દિનની ઊજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 11 જુલાઇએ વિશ્વ વસ્તી દિન ઊજવાયો હતો. આ ઊજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ વસ્તી વધારાના નિયંત્રણ માટે પ્રો. જીતેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને PPT પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સી.પ્રો. ડો. ઇશ્વર પટેલે વિશ્વ વસ્તી દિનનું મહત્વ સમજાવીને છાત્રોને અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. અંતે પ્રો. રાજેન્દ્ર પટેલે આભારવિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...