મડાણાથી ગઢ પાટીદાર સદભાવના યાત્રા

પાલનપુરના મડાણા(ગઢ) થી પાટીદાર સમાજ દ્વારા સદ્દભાવના યાત્રાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મડાણા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Palanpur - મડાણાથી ગઢ પાટીદાર સદભાવના યાત્રા
પાલનપુરના મડાણા(ગઢ) થી પાટીદાર સમાજ દ્વારા સદ્દભાવના યાત્રાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મડાણા બસસ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને બનાસકાંઠા પાસના કન્વીનર મનોજભાઇ ભરસાડીયાએ ફુલહાર પહેરાવી યાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે. સાથે નીકળેલ આ યાત્રામાં નાના ભૂલકાઓથી માંડી યુવાનો તેમજ મોટેરા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. જેમજેમ યાત્રા આગળ વધતાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા માર્ગ પટીદારોથી ઉભરાઇ ગયો હતો. જ્યાં યાત્રા ગઢ ખાતે પહોંચતા સરદાર પટેલ ચોક ખાતે પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ તેમજ પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ જોડાયા હતાં.યાત્રા સરદાર પટેલ ચોક ખાતે પહોંચતા પાટીદાર સમાજની મહિલાઓએ રથનું સ્વાગત કરીને ખીડિયાર માતાજીની આરતી ઉતારી હતી. જ્યાં ‘જય સરદાર જય પાટીદાર’ના નારા સાથે નિજ સ્થળે પહોંચેલ સદભાવના યાત્રા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચતા તેનું સ્વાગત કર્યા બાદ મહાઆરતી કરીને સભા યોજાઇ હતી.આ યાત્રામાં એસપીજી, પાસ સહિત પાટીદાર સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.તસવીર-ભાસ્કર

X
Palanpur - મડાણાથી ગઢ પાટીદાર સદભાવના યાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App