સદભાવના યાત્રામાં અનામતનો મુદ્દો ફરી ગૂંજ્યો

હાર્દિક સમર્થન | પાટણથી સવારે 8 વાગે નીકળી 6 વાગે ઊંઝા પહોંચેલી પાટીદાર પદયાત્રામાં જનમેદની ઊમટી 31 કિમી 10...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:00 AM
Palanpur - સદભાવના યાત્રામાં અનામતનો મુદ્દો ફરી ગૂંજ્યો

હાર્દિક પટેલના 15 દિવસના ઉપવાસ છતાં મચક નહીં આપતી સરકાર ઉપર દબાણ ઊભું કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ રવિવારે પાટણથી ઊંઝા સુધી વિશાળ સદભાવના પદયાત્રા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હાર્દિકના સમર્થનમાં નીકળેલી આ સદભાવના યાત્રામાં ફરી અેકવાર અનામતનો મુદ્દો ગૂંજ્યો હતો. પાટણથી સવારે 8 વાગે નીકળી યાત્રા સાંજે 6 વાગે ઊંઝા પહોંચી હતી. જ્યાં ઉમિયા માતાજીને સરકારને સદબુદ્ધિ આપે, હાર્દિક પટેલનું સ્વાસ્થ સારું રહે, ખેડૂતોના દેવા માફ થાય અને બિન અનામત વર્ગના યુવાનોને શિક્ષણમાં અનામત મળે તેવી પ્રાર્થના કરાઇ હતી.

પાટણના મોતીશા દરવાજા નજીક ખોડિયાર મંદિરથી સવારે 8 વાગે મા ઉમા ખોડલની આરતી, રાષ્ટ્રગીતનું ગાન અને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિના પ્રતિક સફેદ કબુતર ઉડાડ્યા બાદ રથ સાથે સદભાવના પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો પાટણના ર્ડા.કિરીટ પટેલ, ઊંઝાના ડો. આશાબેન પટેલ, ધોરાજીના લલિત વસોયા, સિદ્ધપુરના ચંદનજી ઠાકોર, પાલનપુરના મહેશ પટેલ તેમજ માર્કેટયાર્ડ ચેરમેન દશરથભાઈ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા.

આવનાર સમયમાં રાજ્યમાં ખેડૂતોનું રાજ હશે

ઉ.ગુ.માંથી ઊભી થયેલી આંધી સમગ્ર રાજ્યમાં ફેલાઇ છે. કોઈની તાકાત નથી કે તેને રોકી શકે. આવનારા સમયમાં રાજ્યમાં ખેડૂતોનું રાજ હશે. લલિત વસોયા,ધારાસભ્ય ધોરાજી

રાજ્યભરમાં સદભાવના યાત્રા નીકળવી જોઈએે

છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં વિવિધ સમાજો સહિતના આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે દરેક સમાજના સાથ અને સહકારથી આવી સદભાવના યાત્રા નીકળવી જોઇએ. ર્ડા.કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણ

30,000

પાસનો દાવો

10,000

પોલીસ-આઇબી કહે છે

15,000

લોકોના મતે

51,000

ની હૂંડી માના ચરણે ભેટ

35

થી વધુ ગામો જોડાયા

11

ગામોમાં સ્વાગત કરાયું

350

થી વધુનો પોલીસ કાફલો

100

થી વધુ વાહનો જોડાયાં

X
Palanpur - સદભાવના યાત્રામાં અનામતનો મુદ્દો ફરી ગૂંજ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App