• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - અંબાજીથી પરત આવતા યુવકોનું બાઇક ગોળા પાસે સ્લીપ થતાં બેને ઇજા

અંબાજીથી પરત આવતા યુવકોનું બાઇક ગોળા પાસે સ્લીપ થતાં બેને ઇજા

ગાંધીનગરમાં બાવળા પાસે આવેલા આમજા ગામના ચાર યુવકો બે બાઇક પર અંબાજી દર્શન કરવા ગયા હતા. જે રવિવારે પરત જતા હતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Palanpur - અંબાજીથી પરત આવતા યુવકોનું બાઇક ગોળા પાસે સ્લીપ થતાં બેને ઇજા
ગાંધીનગરમાં બાવળા પાસે આવેલા આમજા ગામના ચાર યુવકો બે બાઇક પર અંબાજી દર્શન કરવા ગયા હતા. જે રવિવારે પરત જતા હતા ત્યારે અગમ્ય કારણોસર એક બાઇક સ્લીપ થઇ જતાં બે ને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

યાત્રાધામ અંબાજીથી દર્શન કરી ગાંધીનગર બાવળા પાસે આવેલા આમજા ગામના ચાર યુવકો રવિવારે બે બાઇક પર પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પાલનપુરના ગોળા પાસે અગમ્ય કારણોસર એક બાઇક સ્લીપ થઇ જતા ઇશ્વરજી મહોબ્બતજી ઠાકોર તેમજ અજીતકુમાર બળદેવજી ઠાકોર નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને 108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. જેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

X
Palanpur - અંબાજીથી પરત આવતા યુવકોનું બાઇક ગોળા પાસે સ્લીપ થતાં બેને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App