ગઢ ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું

Palanpur - ગઢ ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:00 AM IST
ગઢ | પાલનપુર તાલુકાના ગઢ ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે જૈન સમાજનાં લોકો ભક્તિભાવ કરીને મોટી સંખ્યામાં પર્યુષણ પર્વ મનાવી ભગવાનની ભક્તિ કરી રહ્યાં છે. જયાં પર્યુષણ પર્વ દરમિયાન છેલ્લાં ઘણા વર્ષોથી પ્રસિદ્ધ પ્રવચનકાર ગીરીશભાઇ પેથાણી મુંબઇથી પોતાના માદરેવતન આવીને દસ દિવસ સુધી વ્યાખ્યાન આપી રહ્યાં છે. જ્યાં ગઢના આરાધના ભુવન હોલમાં જેમને સાંભળવા મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઇઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે. જ્યાં રવિવાર તેમણે જીવનમાં બીજાનો વિચાર વિષય ઉપર દાખલો આપીને કહ્યું કે બસ એટલી સમજણ મને પરવરદિગાર દે સુખ જ્યાં અને જ્યારે મળે બસ બીજાનો વિચાર કરે એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. આમ પર્યુષણ પર્વ દરમિયાન ગીરીશભાઈ પેથાણી ભક્તિરસ વ્યાખ્યાન આપી પીરસી રહ્યા છે.

X
Palanpur - ગઢ ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે વ્યાખ્યાન યોજાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી