Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - ભારતીય સંસ્કૃતિમાં દૈનિક પ્રભુની ભક્તિ કીર્તન અને સમૂહમાં પ્રાર્થનાનું મહત્વ : નિરંજન સાગર સૂરીવરજી

ભારતીય સંસ્કૃતિમાં દૈનિક પ્રભુની ભક્તિ કીર્તન અને સમૂહમાં પ્રાર્થનાનું મહત્વ : નિરંજન સાગર સૂરીવરજી

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:00 AM

પાલનપુરના તપાગચ્છ ઉપાશ્રય ખાતે જૈનગુરૂએ ધર્મવાણી સંબોધી

  • Palanpur - ભારતીય સંસ્કૃતિમાં દૈનિક પ્રભુની ભક્તિ કીર્તન અને સમૂહમાં પ્રાર્થનાનું મહત્વ : નિરંજન સાગર સૂરીવરજી
    પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા તપાગચ્છ ઉપાશ્રય ખાતે રવિવારે જૈનગૂરૂ નિરંજન સાગર સુરીવરજીએ પ્રભુભક્તિ વિશે ધર્મવાણી સંબોધતા લોકોને જણાવ્યુકે ભજન કીર્તન કરતા લોકો નાચવા માંડે છે.

    ભારતીય સંસ્કૃતિમાં દૈનિક પ્રભુની ભક્તિ કીર્તન અને સમૂહમાં બેસીને પ્રાર્થના કરવી તેનુ અનેરૂ મહત્વ છે. જેના કારણે મનુષ્યને જે થાક લાગ્યો હોય ચિંતામાં ડૂબેલા હોય તેમને અનેક જાતની રાહત થાય છે. સવારના વહેલા ઉઠી અનેક પ્રકારની ભગવાનની ભક્તિના ગીતો ગાતાં ધૂન પ્રગટ થાય અને મસ્ત રીતે નાચે તો તેમને જે આલાદ આવે છે અને દિવસભરમાં એમને અનેક લાભ થાય છે. તે ખરેખર અવિરણીય છે. ફોરેનની અંદર એટલે કે વિદેશમાં આવા હરે કૃષ્ણ હરે રામની અનેક મંડળીઓ સવારના નિત્ય ફેરી ફેરવીને અનેક જાતના આનંદને લૂંટે છે.

    પોતાના થયેલા રોગો ડિપ્રેશનથી મુક્ત થઇ આનંદ અનુભવે છે અને સમૂહ પ્રાર્થના સમૂહ પ્રભુ ભક્તિના નાચ ગાન અને યોગસાધના વિદેશોમાં પણ ઠેર ઠેર આ સંસ્કૃતિને અપનાવવા માંડ્યા છે. કેટલીક હોસ્પિટલોની અંદર પણ દર્દીને રોગમુક્ત કરવા સંગીતનું વાતાવરણ ફેલાવે છે. તેનાથી સારા સાજા થયેલા વ્યક્તિઓના દ્રષ્ટાંતો હવે જાહેરમાં મૂકવા લાગ્યા છે. જ્યારે ભજન કીર્તન કરતાં કરતાં લોકો નાચવા માંડે છે,રડવા લાગે છે. કેમ કે તેઓ અનુભવે છે કે તેઓ માત્ર આસપાસના લોકો સાથે જ નહીં પરંતુ ઈશ્વર સાથે પણ સંધાન સાંધી ચૂક્યા છે. આજની કીર્તન પરંપરા વૈદિક કાળની અનુકિર્તન પરંપરામાંથી જન્મેલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ