તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં ચોરીના નવ મોબાઇલ સાથે શખસ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં ચોરીના નવ મોબાઇલ સાથે શખસને પોલીસે ઝડપી લીધો હતો.

પાલનપુર એલસીબી પીઆઇ જે.એચ.સિંધવ સ્ટાફ સાથે રવિવારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પાલનપુર એરોમા સર્કલથી હનુમાન ટેકરી રોડ, એસબીઆઇ બેન્કની સામે રોડ ઉપરથી રાજુભાઇ કિશનભાઇ બાવરી (કોળી) (રહે.પાલનપુર-તારાનગર, બાવરી ડેરા) ઝડપાઇ જતા તલાસી લેતા તેની પાસે રાખેલી એક કેસરી કલરની થેલીની અંદરથી વિવો કંપનીના મોબાઇલ ફોન-2, એમ.આઇ.કંપનીના મોબાઇલ ફોન-3, સેમસંગ કંપનીના મોબાઇલ ફોન-3, ઓપો કંપનીના મોબાઇલ ફોન-2 મળી કુલ મોબાઇલ નંગ-9 કુલ કિંમત રૂ.38,200 ના મળી આવતા અને જે મોબાઇલ બાબતે આ શખસે કોઇ જ જવાબ ન આપી શકતા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...