તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનના ગુમ બે બાળકોનું પરિવાર સાથે મિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના મોટા ગામે ગુરૂવારે બે અજાણ્યાં બાળકો ફરતાં હતા. આ અંગેની ગઢ પોલીસને કંટ્રોલ તરફથી મેસેજ મળતાં ગઢ પોલીસે મોટા ગામે જઇને આ બાળકોની શોધખોળ કરીને તેમને ગઢ પોલીસ મથકે લાવીને પૂછપરછ કરી હતી. જ્યાં આ બંને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દેલવારા નજીક આવેલા જાજોર ગામનાં હોવાનું જણાવ્યું હતું. જ્યાં ગઢ પોલીસે પરિવારનો ટેલિફોનિક સંપર્ક કરીને જાણ કરતાં આ બંને બાળકોનાં પિતા તેમજ મામા આવતાં તેમની ખરાઇ કરીને બંને બાળકોને તેમનાં પિતાને સુપરત કર્યા હતાં

ગુરુવારે ગઢ પીલીસને જિલ્લા કન્ટ્રોલ મેસેજ કરેલ કે મોટા ગામે બે અજાણ્યા બાળકો ગામમાં ફરે છે.જ્યાં ગઢ પોલીસ મથકના સ્ટાફે મોટા જઇ બાળકોને શોધી ગઢ પોલીસ મથકે લાવ્યાં હતાં. જેઓની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ કપિલ ઉર્ફે કમલેશ (ઉં.વ.9) તથા ભેરિયો ઉર્ફે ભેરુલાલ (ઉં.વ.13) (રહે.જાજોર,તા.ગાંઠોલ,પોસ્ટ-દેલવારા, જિ.બાંસવાળા) ના હોવાનું જણાવ્યું હતું. જેઓ મંગળવારના રોજ કોઇને કહ્યા વગર ઘેરથી બસમાં બેસી નીકળી ગયેલ હતાં. જે બાબત તેઓના ધ્યાનમાં આવતા તેના માતા-પિતા તથા વાલી બાબતે તપાસ કરતા બાળકોના મામાનો સંપર્ક કરેલ હતો. જ્યાં શનિવારે બાળકોના મામા તથા પિતા ગઢ પોલીસ મથકે રૂબરૂ બાળકોને લેવા આવ્યા હતાં. તેઓએ કોઇ આ બાળકોની ગુમ નોંધ કરાવેલ ના હોય જેથી ગઢ પોલીસે જરૂરી તપાસ અને ખરાઇ કર્યા બાદ આ બાળકોને તેના પિતા તથા મામાને રૂબરૂ સુપરત કર્યા હતાં.

ગઢ પોલીસે રાજસ્થાનથી ગુમ થેયલ બે બાળકોનું શનિવારે તેનાં પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. તસવીર-દિનેશ રાણા

અન્ય સમાચારો પણ છે...