થરામાં બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને શ્રદ્ધાસુમન

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:11 AM IST
Kankrej News - latest kankrej news 031106
થરા | ડૉ.બાબા સાહેબ આંબેડકરના 62 માં નિર્વાણ દિન નિમિતે થરા શહેર અને કાંકરેજ દલિત સમિતિ આયોજિત કાંકરેજ તાલુકાના થરામાં આવેલ સંતશ્રી રોહિતદાસ કુમાર છાત્રાલયનાં પટાંગણમાં ગુરૂવાર 6 ડિસેમ્બરના રોજ બપોરે 2 થી 5 સુધી સભાનું આયોજન કર્યું હતું. મહાનુભાવોને સાલથી સ્વાગત પ્રવિણભાઇ પરમાર તથા દલિત સમાજના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. સંતશ્રી જામનાથ બાપુ-દિયોદર, સંતશ્રી ખેમદાસબાપુ-થરા, રામદેવ મંદિર, સાધુ રણછોડદાસ-તાંતીયાણાંએ આશીર્વચન પાઠવ્યા હતા.ભારતસિંહ ભટેસરિયા, પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા, અચરતલાલ સી.ઠક્કર, ડૉ.રાજુભાઈ બ્રહ્મભટ્ટ,ડાયાભાઈ પીલીયાતર,ખાનુભા વાઘેલા, તેજાજી ઘાંઘોસ, ફકીરમહમદ વી.સાંચોરા, રાયમલભાઇ ડી.પટેલ, કનુભાઈ બી.ઠક્કર,ગિરીશભાઇ પટેલ,ઇશ્વરભાઇ પટેલ,ગોદાવરીબેન ત્રિવેદી, અંબાબેન ત્રિકમભાઇ મકવાણા સહિત શહેર અને તાલુકામાંથી લોકો ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.તસવીર-અમૃત ઠાકોર

X
Kankrej News - latest kankrej news 031106
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી