તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના રાજપુરમાં જમીન પચાવી પાડી ગેટ તોડી ઊભો પાક સળગાવી દેવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસામાં ગુરૂવારે સાંજે 100થી વધુના ટોળાએ રાજપુર વિસ્તારમાં આવેલી ખાનગી માલિકીની જમીન પચાવી પાડવા ગેટ તોડી અંદર ઘૂસીને બોર્ડ તોડી દીધું હતું.જમીન પર ઉભા પાકને નુકસાન કરી સુકા ઘાસમાં આગ લગાડી હતી.તેમજ ખાનગી જમીનની રખેવાળી કરતા ચોકીદારને ધમકી આપી માર માર્યો હતો.ઘટનાના પગલે રૂપકિશોર બી અગ્રવાલએ ડીસા પોલીસનું ધ્યાન દોરી પોલીસ રક્ષણ માગ્યું હતું.અને ઘટના સ્થળે ત્વરિત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

ડીસામાં રહેતા રૂપકિશોર બી અગ્રવાલની રાજપુર વિસ્તારમાં 1982થી જમીનની મેટર કોર્ટમાં ચાલી રહી છે.2006થી જમીનનો કબજો અગ્રવાલ પરિવાર પાસે છે.તેવામાં જમીન પચાવવાના ઇરાદે 7 દિવસ પહેલા સમીર રતિલાલ પટેલ નામના શખ્સે ડીસા પોલીસ સ્ટેશનમાં અમે જમીનનો કબજો લેવા જઈએ તો પોલીસ રક્ષણ મળે એવી ખોટી અરજી કરી હતી.જેનો વિગતવાર જવાબ અને ગુજરાત હાઈકોર્ટના હુકમની નકલ રજુ કરી હોવા છતાં ખોટી રીતે જમીન મેળવવા પૂર્વ આયોજિત કાવતરૂ રચી ગુરૂવારે સાંજે 4:30 વાગ્યે 125થી 150 માણસોનું ટોળું રાજપુર વિવાદ વાળી જગ્યા પર લાકડીઓ-તલવારો-હથિયારો સાથે ઘૂસી વાડ અને ગેટને નુકસાન કરી બોર્ડ તોડી ઉભા પાકને નુકસાન કરી સુકા ઘાસમાં આગ લગાડી હતી.જે અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે રાયોટિંગ,મિલકતને નુકસાન ગેરકાયદેસર મંડળી બનાવી પુર્વયોજીત કાવતરૂ મુજબનો ગુનો દાખલ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો