તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના ગઠામણ પાટીયા નજીક એક સ્થાનીકે ગઠામણ પાટિયાથી લક્ષ્મીપુરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ગઠામણ પાટીયા નજીક એક સ્થાનીકે ગઠામણ પાટિયાથી લક્ષ્મીપુરા જતા રોડ પર દબાણ કર્યું હોવાના વિસ્તારના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા હતા.જેને લઇ પાલિકાની ટીમ રવિવારે સ્થળ પર પહોંચી હતી.અને તપાસ હાથ ધરી હતી.

પાલનપુરના ગઠામણ પાટિયાથી લક્ષ્મીપુરા જવાના માર્ગ પર એક સ્થાનિક દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે.જે બાંધકામ રસ્તાને અડચણરૂપ તેમજ દબાણરૂપ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા હતા.જેને લઇ પાલિકાની ટીમ રવિવારે સ્થળ પર પહોંચી હતી.અને તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી.જે અંગે સ્થાનિક રહીશ ઈશ્વરભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી દિવસ દરમિયાન લક્ષ્મીપુરાના રહીશો મોટે ભાગે અવર જવર કરતા હોય છે.પરંતુ બિલ્ડર દ્વારા દબાણ કરી આ માર્ગને નેળીયા સમાન બનાવવાનો પ્રયાસ કરાયો છે.જેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી માર્ગને ખુલ્લો કરાય તેવી અમારી માંગ છે .

અન્ય સમાચારો પણ છે...