તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરામાં મહિલાઓ દ્વારા પશુઓ માટે લાડુ બનાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજ તાલુકાના થરામાં ઉત્તરાયણના પર્વ અગાઉ અબોલ જીવો ગાયો માટે ઘાસચારો તથા કુતરા માટે લાડુ સહિતના પુણ્યના કામ કરાય છે. સવારે વહેલા ઉઠીને ગામમાં રખડતાં કુતરાને લાડુ બનાવી ખવડાવવાનું કામ કરે છે. મહિલા મંડળના સભ્યોમાં ભુમીબેન સ્વામી, નયના જોશી, મંજુ ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, ભારતીબેન ગૌસ્વામી, ભનુબેન પ્રજાપતિ, સીતાબેન પ્રજાપતિ, વિમળાબેન ઠાકોર સહિતની મહિલાઓએ સ્વખર્ચે કૂતરાઓ માટે લાડુ બનાવી પુણ્યનું ઉમદા કાર્ય કર્યું હતું. તસવીર-અમૃત ઠાકોર

અન્ય સમાચારો પણ છે...