તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ ઉજવવા પતંગ રસિયાઓમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ ઉજવવા પતંગ રસિયાઓમાં ભારે ઉમંગ અને ઉલ્લાસ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સારા સમાચાર છે. સોમવાર અને મંગળવારે પતંગબાજી માટે પવન અનુકૂળ રહેશે. જોકે બપોરના સમયે પવનની ગતિમાં થોડો ઉતાર ચઢાવ સાથે દિશામાં બદલાવ આવી શકે છે.

પાલનપુર, ડીસા, થરાદ,ધાનેરા, વાવ સહિત નાના-મોટા સેન્ટરોમાં પતંગ રસિયાઓએ મનગમતા પતંગ, દોરી, પીપૂડા સહિતની ખરીદી સાથે આકાશી યુદ્ધની તૈયારીઓ કરી હતી. આ સાથે ધાબા, ટેરેસ ઉપર જ ઉંધિયાની જયાફત પરિવાર અને મિત્રવર્તુળ સાથે ઉત્તરાયણની મજા માણવા તૈયારીઓ કરી હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાશે.

અન્ય સમાચારો પણ છે...