કે.બી. કરણાવત પ્રા. શાળામાં વિદાય સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કે.બી. કરણાવત પ્રાથમિક શાળામાં સોમવારે ધોરણ-8 ના બાળકોનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ-8 ના તમામ બાળકો અને તેમના વાલીમિત્રોની સાથે ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, બન્ને માધ્યમના આચાર્ય, નિયામક, સુપરવાઇઝર તેમજ તમામ શિક્ષકગણ સૌએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સૌપ્રથમ પ્રાર્થના, ત્યારબાદ સ્વાગત પ્રવચન, બાળકો તથા શિક્ષકના પ્રતિભાવો, ઇનામ વિતરણ, આશીર્વચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાલીમિત્રો, ટસ્ટી, મંડળના સભ્યો, શિક્ષક મિત્રો સૌ કોઇનો સંસ્થા અને શાળા પરિવાર વતી આચાર્ય રમેશભાઇ, નિયામક નાગરભાઇ તેમજ સુપરવાઇઝર સોનલબેને સર્વેનો આભાર માન્યો હતો. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...