તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજણપુરા અને પાનેસડા ગ્રા.પં.ની ચૂંટણીમાં સાત મહિલાઓ વચ્ચે જંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાની બે ગ્રામપંચાયતોમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. બન્ને પંચાયતોમાં કુલ સાત મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. બંને પંચાયતોમાં વોર્ડ બિનહરીફ થતાં સરપંચની ચૂંટણી 20મી જાન્યુઆરીના રોજ યોજાશે.

વાવ તાલુકાની પાનેસડા અને અરજણપુરા ગ્રામપંચાયતની ચૂંટણીમાં અરજણપુરામાં ત્રણ મહિલા ઉમેદવારો વચ્ચે જ્યારે પાનેસડામાં ચાર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. અરજણપુરા ગ્રામપંચાયતના 8 વોર્ડમાંથી 7 બિનહરીફ જ્યારે 1 અનુ.આદિ જાતિનો વોર્ડ નંબર-6 ખાલી રહ્યો છે. જ્યારે પાનેસડામાં 10 વોર્ડમાંથી 9 વોર્ડ બિનહરીફ જ્યારે વોર્ડ નંબર-10 અનુ.આદિ જાતી ખાલી રહ્યો છે. અરજણપુરા અને તેજપુરા ગામના મળી કુલ 1408 મતદારો જ્યારે પાનેસડામાં આકોલી, ટોભા અને પાનેસડા મળી કુલ 1982 મતદારો મતદાન કરશે. પાનેસડામાં ત્રણ બુથ જ્યારે અરજણપુરામાં બે બુથો ફાળવ્યા છે.

અરજણપુરા ગ્રા.પં.ના ઉમેદવારો
અમરીબેન દાંનાજી પરમાર

નાથીબેન ભાવાભાઈ વેણ

મઘીબેન રાસેગાજી વેણ

પાનેસડા ગ્રા.પં.ના ઉમેદવારો
ગીતાબેન ઈશ્વરભાઈ ચૌધરી

ગંગાબેન ચમનાજી પટેલ

ડાઈબેન સવદાસભાઈ પટેલ

દિવાળીબેન મલાભાઈ મઢવી

અન્ય સમાચારો પણ છે...