તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગને જીવન શૈલી સાથે જોડો, દરરોજ યોગ પ્રાણયમ કરો,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યોગને જીવન શૈલી સાથે જોડો, દરરોજ યોગ પ્રાણયમ કરો, જેનાથી આપની આંતરીક ઉર્જામાં વધારો થશે. તમે દિવસભર તાજગીનો અનુભવ કરશો તને વધુ આનંદીત બનશો તેમ ડીસામાં ચાલી રહેલા યોગ મહોત્સવમાં આર્ટ ઓફ લેવીંગનાં ઈન્ટરનેશનલ યોગગુરુ શૈલેષજી રાઠોડે યોગ જણાવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિમાં યોગનું એક વિશેષ મહત્વ રહ્યું છે. યોગ દ્વારા જીવનમાં શારીરિક શક્તિઓની સાથે મનોબળ તેમજ આંતરિક શક્તિઓનો પણ હકારાત્મક સંચાર થાય છે. જેથી ડીસા સ્પોર્ટસ કલબનાં વિશાળ મેદાનમાં આર્ટ ઓફ લીવીંગ પરિવાર ડીસા દ્વારા આયોજીત 5 દિવસીય મહાયોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે અંતિમ દિવસે યોગ 1500 જેટલા સાધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

યોગ મહોત્સવમાં વિવિધ ગીતો ઉપર યોગ સાધકો ઝુમી ઉઠ્યા હતા. સાથેસાથે દરરોજ યોગ કરવાનો પણ યોગ સાધકોએ નિર્ધાર કર્યો હતો. આ પ્રસંગે યોગ ગુરુએ જણાવ્યું કે ‘બનાસકાંઠાની ક્ડકડતી ઠંડીમાં પણ યોગ સાધકો મોટી સંખ્યાંમાં ગામે ગામથી લોકો ઉમટી પડ્યા હતા. યોગ દ્વારા તનાવ દુર કરી શકાય છે, મનની શક્તિઓને જાગ્રુત કરો, આશાવાદી બનો, મનને મક્ક્મ બનાવો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, યોગ અને પ્રાણાયામ તમારુ જીવન બદલી નાખશે, સકારાત્મક બનો, યોગ દ્વારા નકારાત્મક વિચારોને દુર કરો તે માટે સુદર્શન ક્રિયા કરો.’ અંતિમ દિવસે આર્ટ ઓફ લીવીંગ પરિવાર ડીસા દ્વારા યોગગુરુ શૈલેષજી રાઠોડનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...