તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં ચાલી રહેલા યોગ મહોત્સવમાં ત્રીજા દિવસે શનિવારે આંતરરાષ્ટ્રીય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં ચાલી રહેલા યોગ મહોત્સવમાં ત્રીજા દિવસે શનિવારે આંતરરાષ્ટ્રીય યોગગુરુ શૈલેષજી રાઠોડે સાધકોને હાસ્ય સાથે આર્ટ ઓફ લીવીંગના પાઠ શીખવ્યા હતા.યોગગુરુએ યોગ અને પ્રાણાયામ તમારું જીવન બદલી નાખશે તેમ જણાવ્યું હતું.

ડીસા સ્પોર્ટ ક્લબના મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા દ્વારા આર્ટ ઓફ લિવિંગ લેવલ-1ની પાંચ દિવસીય યોગ શિબિરના ત્રીજા દિવસે સાધકોમાં વધારો થયો હતો. ત્રીજા દિવસે બે હજારથી વધુ લોકો યોગ સાધનામાં જોડાયા હતા. ત્રીજા દિવસે યોગગુરુએ યોગ અને પ્રાણાયામ સાથે આર્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની કળા વિશે માર્મિક પ્રવચન આપ્યું હતું.દરરોજ નિયમિત યોગ અને પ્રાણાયામ વ્યક્તિનું જીવન બદલી નાખે છે. રોગ શરીરથી દુર ભાગે છે. ખાસ કરીને યુવા વર્ગ આર્ટ ઓફ લિવિંગ દ્વારા શક્તિઓ ખીલવી જીવનમાં સફળતા મેળવી શકે છે.ત્રીજા દિવસે સૂર્ય નમસ્કાર સહિત યોગની નવી-નવી પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આર્ટ ઓફ લિવિંગના લેવલ-2 અને લેવલ-3 ના કોર્ષ કરેલ વ્યક્તિઓને શરીરનું વજન ઘટાડવા, બી.પી તેમજ ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલ કરી નાબૂદ કરવા સહિતના ઉદાહરણો આપી ફાયદા જણાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...