પાલનપુર તાલુકાના ગામોમાં PM-KISANના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ

પાલનપુર તાલુકાના ગામોમાં PM-KISANના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે વેબ સાઈટમાં કલાકો સુધી એરર...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:26 AM
Palanpur News - in the villages of palanpur taluka the work of completing the online form of pm kisan is started 032651

પાલનપુર તાલુકાના ગામોમાં PM-KISANના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે વેબ સાઈટમાં કલાકો સુધી એરર બતાવતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના PMKISAN સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી મામલતદાર કચેરી દ્વારા ૮-અ માં 2 હેક્ટર થી ઓછી જમીન હોય તેનું જ લિસ્ટ અને તે પ્રમાણે ખાતાં માં જેટલા ખાતેદાર છે તે બધાના આધારકાર્ડ તેમજ બધાની બેન્કની પાસ બુક ની નકલ માંગી પાંચ દિવસ માં પૂર્ણ કરવા જણાવાયું હતું. જેમાં ખેડૂતોને આધાર કાર્ડ તેમજ બેન્કની પાસ બુકની નકલને ગ્રામ પંચાયત કચેરીએ આવીને જમા કરાવવા જણાવાયું હતું. જોકે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે.હાલ સ્થિતિ એ છેકે ફોર્મ ઓનલાઇન ભરવું હોય તો બે દિવસ થાય છે. પહેલા તો 7/12 તેમજ 8-અ ના ઉતારા ની સાઈટ જામ છે એક ઉતારો એક કલાકે નીકળે છે. તેવામાં ખેડૂતો માટેના ફોર્મ ભરવાની સાઈટજ ન ખુલતા અરજદારો રોષે ભરાયા છે.

X
Palanpur News - in the villages of palanpur taluka the work of completing the online form of pm kisan is started 032651
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App