તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં શનિવારે સોની એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધીને બાઇક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદમાં શનિવારે સોની એસોસિએશન દ્વારા કાળી પટ્ટી બાંધીને બાઇક રેલી કાઢવામાં આવી હતી. તેમજ થરાદમાં બનતી ચોરી,લૂંટફાટ, બાઇક ચોરી જેવી ઘટનાઓ ફરી ના ઘટે તે માટે મુખ્ય સ્થાન પર સીસીટીવી કેમેરા લગાવવા માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

થરાદમાં લૂંટફાટ, ચોરી, બાઇક ચોરી જેવી ઘટનાઓ વધી ગઇ છે. હમણાં તાજેતરમાં બનેલી લૂંટ અને ફાયરિંગની ઘટનાએ શહેરને સ્તબ્ધ કરી દીધું છે.ત્યારે સોની વેપારીઓ દ્વારા અગાઉ પણ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ તેની કોઇ પ્રતિક્રિયા પાલિકા દ્વારા અપાઇ નહતી. તો ફરી બીજીવાર સોની એસોસિયેશન દ્વારા શનિવારે કાળી પટ્ટી બાંધીને બાઇક રેલી આવી ઘટનાઓ ફરી ના ઘટે અને બને તો ગુનેગાર ઝડપથી પકડાઇ જાય તે માટે મુખ્ય સ્થાન પર સીસીટીવી કેમેરા લગાવવા માટે પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...