તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગત જનની માં અંબાના ધામ અંબાજી મંદિરમાં વહેલી સવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જગત જનની માં અંબાના ધામ અંબાજી મંદિરમાં વહેલી સવારે આરતીના સમયે 7 નંબરના ગેટ પરથી પ્રવેશ કરતા ભક્તોને અટકાવવા અંગે શનિવારે સવારે ફરજ પરના સ્ટાફને કહેવામાં આવ્યું હતું.જોકે વિવાદ વધતા મોડી સાંજે પ્રવેશ અટકાવવાનો વિવાદ શમી ગયો હતો.મનાઈ હુકમ પાછો ખેંચતાં હવે ભક્તો વહેલી સવારે 7 નંબરના ગેટ પરથી પ્રવેશી શકશે.

માં અંબાના ધામમાં સુરક્ષાના કારણોસર 7 નંબરના ગેટથી માત્ર વીવીઆઇપીઓને જ પ્રવેશ અપાય છે જોકે વહેલી સવારે વર્ષોથી પરંપરાગત રીતે માં અંબાની મંગળા આરતી દરમિયાન અંબાજીના સ્થાનિક ભક્તો આરતીમાં જોડાવા માટે સાત નંબરના ગેટથી આવતા હોય છે. જેમને રોકવા માટે શનિવારે નાયબ મામલતદાર એમ.કે.પટેલ એ સાત નંબરના ગેટ પરના ફરજ પરના સ્ટાફને વહેલી સવારે આવતા ભક્તોને અંદર ન જવા દેવા સૂચના અપાઇ હતી જે અંગેની જાણ અંબાજીના સ્થાનિક રહીશોને થતા વિવાદ સર્જાયો હતો અન્ય અધિકારીઓની દરમિયાનગીરી બાદ નાયબ મામલતદાર એ શનિવારે મોડી સાંજે પોતાનો નિર્ણય પડતો મૂક્યો હતો અને વહેલી સવારે ભક્તોને રાબેતા મુજબ આવવા દેવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...